પ્રથમ સર્ગ
આદર્શમય સ્વપ્નસૃષ્ટિનો સંધિપ્રકાશ
વસ્તુનિર્દેશ
હજીએ
શૂન્યાકારમાં રહેલા કાળુડા સ્વપ્નમાં થઈને ત્રણે ચાલતાં હતાં,--યમ,
સત્યવાન અને સાવિત્રી. અભાવાત્મક એ પ્રદેશમાં ક્યાં, તેની ખબર
પડતી નહોતી. એક અંધકાર બીજા વધારે ગાઢ અંધકારમાં, ને મૃત્યુ વધારે
નિઃસાર મૃત્યુમાં લઇ જતું હતું. આવું હોવા છતાંય આ નિરાશામાં નાખી દેતા
અંધકારમાં એક પ્રભાવ વિનાનો લાગતો ને જાણે પીડાતો હોય એવો પ્રકાશરશ્મિં
એમની પાછળ પડેલો હતો,--કો મૃત્યુ પામેલી શાશ્વતતાના ઝાંખા શા ભૂત જેવો.
સાવિત્રીએ
અસ્તિત્વમાં રહેવાની ઘૃષ્ટતા દાખવી હતી, ક્ષણભંગુર જીવનો ભાગ ભજવવાનો
ઇનકાર કર્યો હતો, સ્વર્ગની સાથે સરસાઈ કરવાની હિંમત બતાવી હતી, અમરતાનો
દાવો કર્યો હતો અને દિવ્યતાનો સંકલ્પ સેવ્યો હતો, તેનું પ્રાયશ્ચિત એ
અંધકારમાં જાણે કે એ કરી રહી હતી, નિરાનંદ જિંદગીનો દંડ એને મળ્યો હતો,
નિત્યની રાત્રિમાં એનો આત્મા આ અપરાધને ખાતર દુર્ભાગ્યની શિક્ષા સહેતો
ભટકી રહ્યો હતો.
પણ
માયા પરમાત્મસ્વરૂપને સંતાડતો કેવળ એક બુરખો છે. માયાએ નહિ પણ રહસ્યમય
સત્યે આ પારાવાર સૃષ્ટિની ઉત્પત્તિ સાધી છે. અજ્ઞાન મનમાં ને પિંડનાં
પગલાંઓમાં સનાતન પ્રજ્ઞા અને આત્મજ્ઞાન કાર્ય કરી રહેલાં છે. અંધકાર
એટલે સ્વયં-સંતાયેલી જ્યોતિનો જાદુ, મૃત્યુ એટલે નિત્યના જીવનનું સાધન.
મરણ એક સીડી છે, બારણું છે, ઠોકરાતું પગલું છે, ને જીવે એમાં થઈને એક
જન્મથી બીજે જન્મે જવાનું હોય છે. મૃત્યુ છે એક ચાબખો,--હંકારીને
અમૃત્વે લઇ જતો.
સનાતન રાત્રિ છે સનાતન દિવસનો પડછાયો. રાત્રિ નથી આપણો આરંભ કે નથી
આપણો અંત. આપણે પરમોચ્ચ પ્રકાશમાંથી આવ્યા છીએ, પ્રકાશથી પ્રાણ-ધારણા
કરીએ છીએ, પ્રકાશ પ્રત્યે જઈ રહ્યા છીએ. આમ હોવાથી નિત્યસ્થાયી
શૂન્યકારમાંય પ્રકાશ પ્રભવતો હતો. એક સુવર્ણમય અગ્નિએ આવીને રાત્રિના
૨
હૃદયને દગ્ધ કર્યું. અચેતન સચેતન બન્યું, શર્વરીમાં સંવેદના જાગી ને
વિચાર પ્રકટ્યો. તમિસ્રા પાછળ હઠી ને મથીને ધીરે ધીરે ઉપર આવતા
પ્રભાત સામે સ્વ-સંરક્ષણ કરતી કરતી કાળના એક ઘૂસર ઢોળાવે પલાયન કરી ગઈ.
દેવોની એક પ્રભાત-સંધ્યા હોય છે. નિદ્રાવસ્થામાંથી એમનાં અદભુત સ્વરૂપો
જાગી ઊઠે છે ને પ્રભુની દીર્ધ રાત્રિઓ ઉષ:કાળથી ન્યાયસંગત બની જાય છે.
નવ-જન્મની ભાવોત્કટ દીપ્તિ ફાટી નીકળે છે, સ્વપ્નસેવી દેવતાઓ દૃશ્યમાન
વસ્તુઓ પાર આદર્શ જગતોને પોતાની ચિંતનાઓમાં રચે છે. ગહન ગુહામાં ભરાઈ
રહેલી એક પારાવાર અભિલાષા પ્રવૃત્ત થાય છે. અંધ અંધકારનો ભાર ઓસરી જાય
છે, રાત્રિનો વિષાદ મરણશરણ થાય છે.
સાચાં બનેલાં સ્વપ્નોમાં સરકીને સાવિત્રી પ્રવેશી. ત્યાંના સૌ
જ્યોતિનું માર્ગણ કરતા
હતા, આનંદનું અનુધાવન કરતા હતા, પ્રેમની પાછળ પડયા હતા. ત્યાં દૂરના
પ્રહર્ષો પાસે આવતા, આનંદની ઊંડી આશંસાઓ આપણા ઉપાગમનની રાહ જોતી.
મૌકિતવર્ણી અસ્પષ્ટતા ત્યાં તરતી હતી, વધારે પડતો પ્રકાશ ત્યાંથી હવાથી
સહ્યો જતો ન 'તો, અસ્પષ્ટ દેખાતાં ખેતરો, ગોચરો, વૃક્ષો ત્યાં ઊભાં
હતાં, ઝાંખાં જણાતાં ગો-ધણો ધુમ્મસમાં વિચરતાં હતાં. ત્યાં અસ્પષ્ટ
જીવોના દેહવિહીન પોકારો,અસ્પષ્ટ રાગના ધ્વનિઓ આત્માને સ્પર્શતા 'તા, ને
એમનું અનુસરણ કરવા જતાં અગોચર દૂરતાઓમાં અગોચર બની જતા હતા. આદર્શના આ
વિસ્તારોમાં સર્વે સુખ ભર્યાં સંચરતાં હતાં, દેવોનાં દોરાયાં હોય તેમ
દોરાતાં 'તાં, ઝાંખી કલ્પનાઓની જેમ પંખીઓ ઊડતાં ને કલરવથી હૃદયને
ક્ષુબ્ધ કરતાં. સૂર્યદેવની ગાયોનાં ધણ ધુમ્મસમાં થઈ સૂર્ય પ્રતિ પાછાં
ફરતાં.
પરંતુ ત્યાં કશુંય સ્થાયી રૂપરેખામાં રહ્યું ન 'તું. મર્ત્ય ચરણોને
સ્થિર ઊભા રહેવા માટે ત્યાં સ્થાન નહોતું. પ્રમોદ સતત એના એ જ સૂરો
કાઢતો 'તો ને એક સ્થાયી જગતનો આભાસ ઊભો કરતો હતો. આશાભર્યું હૃદય
આકર્ષાયા કરતું હતું, કેમ કે ત્યાં હતું તે સર્વ પોતાની મોહનીને નવે
નવે રૂપે નિરંતર પ્રકટાવ્યા કરતું 'તું. કદી પણ નહિ ગ્રહાયેલી વસ્તુઓનો
ત્યાં અખંડિત સ્પર્શ થયા કરતો હતો, ને આ વસ્તુઓ હતી અદૃશ્ય દિવ્ય
ભુવનોના અંચલની કિનાર જેવી. અદૃશ્ય થઈ જતા તારકોના માર્ગો ઉપરના રંગો
જેવા રંગો ને ક્ષણજીવી ઝબકારાઓ વાતાવરણમાં વરસતા હતા ને જાદૂઈ સ્વર્ગો
પ્રાતિ પાછળ પાછળ જવાનું આમંત્રણ આપતા હતા, પ્રત્યક્ષતા નહિ પામેલા
પરમાનંદના સાદ કાનમાં મૂર્છિત થઈ જતા.
આ નાસભાગ કરતાં સત્ત્વો ને અડાય નહિ એવી આકૃતિઓ જ ત્યાં દૃષ્ટિ ઉપર
દાવો કરતી અને ચૈત્યાત્માની મુલાકાત લેતી. માનવ ચરણો માટે ત્યાં સ્થિર
ભૂમિ નહોતી, જિંદગીનો ઉચ્છવાસ ત્યાં સંમૂર્ત્ત થઈ શકતો નહિ. આવી આ
મજેદાર અંધાધૂંધીમાં આનંદ નાચતો નાચતો સામે થઈને પસાર થતો, સુન્દરતા હતી પણ તે રૂપરેખામાં પકડાતી નહિ. પણ પ્રમોદ ત્યાં પુનરાવૃત્તિ પામી
પામીને સ્થિર જગતનું
૩
ભાન જગાડતો. દેખાય નહિ એવા દિવ્ય ભુવનોની કિનારીનો સ્પર્શ અનુભવાતો.
પૃથ્વીલોક કે સર્વવિજયી સ્વર્ગલોક ક્યારેક પણ આપી શકે એના કરતા વધારે
મધુરતા ત્યાંના ચમત્કારી આમોદપ્રમોદમાં રહેલી લાગતી. ત્યાંના એકેએક
અવાજમાં એક અનનુભુત મહાસુખનો સૂર સંભળાતો.
સ્વર્ગ નિત્યયુવાન છે અને પૃથ્વી અત્યંત દૃઢ ને જરીપુરાણી છે. એમના
સર્જનાત્મક સંપ્રહર્ષો અતિશય દીર્ધકાલીન બની જાય છે. એમની રૂપયોજનાઓ
અતિમાત્ર નિશ્ચિત હોય છે. એ સનાતન શૈલો ઉપર કંડારાઈ ગયેલી હોય છે ને
શાશ્વત વસ્તુઓ સાથે એ સુગાઢ સંબંધ રાખે છે. પ્રભુની ખાણોમાંના જીવંત
ખડકોમાંથી એ ખોદી કઢાયેલી હોય છે. એમનામાં પૂરેપૂરી સ્પષ્ટતા હોય છે, એ
સર્વથા મહાન અને અત્યંત અર્થયુક્ત હોય છે. એમને ધુમ્મસો સંતોષ આપતાં
નથી, અનિશ્ચિતતાથી મૃદુ ઉપચ્છાયાથી એમને નિરાંત વળતી નથી.
પરંતુ આ આદર્શમય સ્વપ્નસૃષ્ટિમાંનું સર્વ કાંઈ કેવળ પરમસુખની કિનાર-માત્રને
જ સ્પર્શે છે, કો દિવ્ય આશાના ચમકતા સ્કંધપ્રદેશ સુધી જ પહોંચે છે, કો
પરમ રમણીય અભિલાષના અધ્ધર ઊડતા સંચારી ચરણ પર્યંત જાય છે. પ્રભાતના
શુક્રતારક પરથી આવેલા આગંતુક જેવું ત્યાંનું સૌ પ્રકાશે છે, પૂર્ણતાના
પ્રારંભનો સંતોષ પ્રકટ કરે છે, દિવ્ય ભુવનની કંપાયમાન કલ્પનાઓના પગરણ
જેવું હોય છે. અન્વેષણની ઉત્કટ ભાવના સાથે એ ભળી જાય છે, અશ્રાંત
હર્ષનાં શીકરોથી રોમહર્ષાયમાણ બને છે. ત્યાં બધું હોય છે છાયામય, ઊપસતા
રંગચિત્ર જેવું હોતું નથી. જવાળામાળા ઉપર ઝબૂકતાં મુખ, રંગના ડબકામાં
ઉદભવતા અદભુત આકારો, રૂપેરી ધુમ્મસમાં પ્રકટ થઈ પલાયન કરી જતાં
દૃશ્યોની પરંપરા જેવું ત્યાનું સર્વ સંભવે છે.
આ આદર્શમયમાં હર્ષમાં ઉતાવળ આવી જાય છે, અર્ધ-નિષિદ્ધ સુખો ઝડપી
લેવાતાં હોય છે, દેવોના નંદનબાગ જેવું બધું જણાય છે ખરું, પણ એને
પરમાનંદનો પરિચય થયેલો હોતો નથી. સાવિત્રી ત્યાં સરતી હતી, અને જાણે એ
સર્વનો અંત ન આવે એવી સ્પૃહા રખતી હતી. વાદળાંમાં થઈને કોઈ પર્વત ઉપર
પગલાં ભરતું હોય, અને ઊંડાણોમાંથી આવતો અદૃશ્ય સ્રોત્રોનો સ્વર
સાંભળતું હોય, ને આસપાસ રહસ્યમય અવકાશ વીંટળાઈ વળ્યો હોય, એવી
અવસ્થામાં તે ગતિ કરતી હતી. એકબીજાને બોલાવતા યાત્રીઓના મીઠા ટહુકાઓમાં
હોય છે એવી પ્રલોભક મીઠાશ ત્યાં સાદ કરતી હતી. એની હૃદયતંત્રી ઉપર ભાવ
જગાડતાં સૂચનો રહ્યાં હતાં, અનિકેત વિચારો એના મનને સરાગ બનાવતા વળગી
રહ્યા હતા, હાનિ-કારક નહીં એવી કામનાઓ એની એ જ રહીને સંતોષાયા વગરની
સારંગીની માફક એના હૃદયમાં ગાતી હતી.
આ ગોચર બનેલા મનોમયમાં પોતાનાં રઢિયાળાં રશ્મિઓએ સજ્જ સત્યવાન સમસ્ત
મોહિનીનું કેન્દ્ર બની ગયેલો લાગતો હતો. સાવિત્રીનાં સતૃષ્ણ
સ્વપ્નાંની
૪
મનોહરતાનો એ મુખી હતો અને એના ચૈત્યાત્માની તરંગી કલ્પનાઓનો હતો એ
મહાનાયક. મૃત્યુદેવની વિભીષણ વિભૂતિ પણ એ અસ્પર્શગમ્ય આકાશોના વિલ-સનને
છાયાગ્રસ્ત કરી શક્તિ નહોતી. યમરાજની કારમી છાયા સૌન્દર્યને અને
હાસ્યને સવિશેષ આવશ્યક બનાવી દેતી હતી. કાળનો કાળો વિરોધ આદર્શમયની
દૃષ્ટિને વધારે સતેજ બનાવતો હતો; એનો વિષાદ-વર્ણ આનંદને અધિક તેજસ્વી
ને હૃદયપ્રિય બનાવતો હતો. વેદના પણ મહાસુખના નિમ્ન સૂરનું સ્વરૂપ લેતી
'તી, ક્ષણભંગુરતા અમરતાનો પ્લવમાન અંચલ બની ગઈ હતી. કિરણ, ધુમ્મસ
અને અર્ચિષની સહચરી બની ગયેલી સાવિત્રી તરી રહેલા વિચારોની મધ્યમાં એક
વિચાર જેવી બની ગઈ હતી. અંતર્વર્તી શુભ્ર ચૈત્યાત્મચિંતનોની મધ્યમાં
સ્વપ્નદ્રષ્ટા મનથી જવલ્લે જોવાતી, સ્વપ્નદ્રષ્ટા મનથી જવલ્લે જોવાતી,
સ્વપ્નસૃષ્ટિના સુખથી અર્ધ-પરાજિતા, સાવિત્રી જદૂગરીના એ જગતમાં જઈ રહી
હતી, તેમ છતાંય એણે પોતાના ચૈત્યાત્મ ઉપરનું પોતાનું સ્વામિત્વ સાચવી
રાખ્યું હતું. મહાસમર્થ સમાધિમાં પ્રવેશેલો એનો ઊર્ધ્વસ્થ આત્મા
ત્યાનું બધું જોતો હતો, તો પણ કોઈ એક ધ્રુવ ને સનાતન તારકની માફક
પોતાના પરાત્પર કાર્યને માટે અક્ષરે અરૂઢ રહેલો હતો.
| |
હજીય સર્વ અંધારું હતું ઘોર અને વેરાન એકલું;
કશોય પલટો ન્હોતો, અને આશા પલટાની હતી નહીં.
રિક્તતાના નિવાસે આ કાળા સ્વપ્નતણી મહીં
શૂન્યના દેશમાં ક્યાંયે ન જતી ગતિ સેવતાં
નિરુદ્દેશ વહી જાતાં હતાં તેઓ લક્ષ્ય કે ધ્યેયના વિના;
મૂક, અજ્ઞેય ને રૂપ વિનાનાં છે એવાં વિજનમાં થઈ,
અહેતુ બૃહતે કોક ભાવાત્મક અસત્ તણા
દોરતો 'તો અંધકાર વધુ ગાઢ અંધકારતણી પ્રતિ,
ને હતું દોરતું મૃત્યુ વધુ નિઃસાર મૃત્યુએ.
પીડાતી જ્યોતિનું એક રશ્મિ કાર્ય ન સાધતું,
ખોલેલા મહિમા કેરી સ્મૃતિ જેવું હતાશ તમમાં થઈ
એમનાં પગલાં કેરી લઈ પૂઠ રહ્યું હતું;
વૃદ્ધિ એ પામતું ત્યારે પણ ત્યાં એ અવાસ્તવિક લાગતું,
છતાં અશામ્ય ને નિત્ય, એકલું નિષ્પ્રભાવ એ
મૃત કો શાશ્વતી કેરા ભૂત શું પાંડુ વર્ણના,
પ્રદેશ શીત ને ભીમભાવી શૂન્યસ્વરૂપનો
કરી તંગ રહ્યું હતું.
વાળવું
પડશે એને હવે દેવું, એવું જાણે હતું કંઈ, |
૫
| |
નિઃસાર
ધૃષ્ટતા એની અસ્તિની ને વિચારની,
કો
મહોજજવલ માયા કે જેણે એના જીવની કલ્પના કરી
તેનું એને પડશે ઋણ ફેડવું.
સંકલ્પ
અસ્તિનો એનો એનું ઊંડું અને આદિમ પાપ છે,
ને
છેલ્લું સર્વથી મોટું પાપ એનું અધ્યાત્મ અભિમાન છે
કે બનેલી
ધૂળમાંથી સ્વર્ગ કેરી કરી એણે બરાબરી,
તિરસ્કાર
કર્યો કીચે ઊંચાનીચા થઈ રહેલ કીટનો,
ગર્હિત
ક્ષણજીવી ને પ્રકૃતિસ્વપ્નથી જન્મેલ છે કહી,
પાઠ
નકારતી પોતે ક્ષણભંગુર જીવનો
ને દાવો
કરતી કે છે પોતે જીવમાન પાવક ઇશનો,
અને અમર
ને દિવ્ય થવાની રાખતી સ્પૃહા,
છટવું
પડશે એને સર્વથી વધુ આ થકી
સહી પાર વિનાનાં પરિપીડનો.
એ ભયંકર
ને ભારે ને ઉઘાડા તમિસ્રમાં
પ્રાયશ્ચિત કર્યું એણે સર્વ માટે આરંભી આદિ કર્મથી
જેમાંથી
કાળના ભાનતણો ભ્રમ સમુદભવ્યો,
અચિત્
કેરી વિદારાઈ સીલબંધી સુષુપ્તિની,
આદિ
કાળતણી જાગી બંડખોરી માફી જેને મળી નથી,
જેણે
શૂન્યની ખંડી શાંતિ ને મૌનની સ્થિતિ,
જે
પ્રક્લ્પેલ આકાશ કેરી નિઃસારતામહીં
આભાસી
વિશ્વ દેખાયું અને ઉભું
થયું જીવન
ઉત્પન્ન કરતું શોક-દુઃખને
તે પૂર્વે અસ્તિમાં હતી:
મોટો નકાર
સદરૂપ કેરું મુખ હતું અને
નિષેધ
કરતો 'તો એ કાળ કેરી વિફલ પ્રક્રિયાતણો :
અને જયારે
નહીં હોય જગ ને જીવ કોઈયે,
કાળનો
પગપેસારો મટી જયારે ગયો હશે
ત્યારે એહ
ટકી રે'શે શાંતિ સાથે અશરીરી સ્વરૂપમાં
બચાવાયો વિચારથી.
અભિશપ્તા
સ્વદેવત્વતણો જેહ હતો પ્રભવ તે મહીં,
શિક્ષા
સ્હેતી રહેવાને સદા માટે મહાસુખવિવર્જિતા,
એની અમરતા
એને માટે દંડ બનેલ છે,
અપરાધે
અસ્તિ કેરા આત્મા એનો દુર્દૈવવશ છે બન્યો,
હમેશાં
ભમતો રે'તો નિત્યની રાત્રિની મહીં. |
૬
| |
અવગુંઠન
છે કિન્તુ માયા કેવલરૂપનું,
નિગૂઢ એક
સત્યે છે રચ્યું વિશ્વ વિશાળ આ :
અજ્ઞાની
મનમાંહે ને દેહનાં પગલાંમહીં
પ્રજ્ઞાન
ને સ્વયંજ્ઞાન છે પ્રવૃત્ત સનાતન સ્વરૂપનાં.
અચિત્સ્વરૂપ છે નિદ્રા પરચેતન-આત્મની.
અબુદ્ધિગમ્ય બુદ્ધિએ
છે રચ્યો
અતિદુર્બોધ વિરોધાભાસ સૃષ્ટિનો;
જડતત્ત્વતણાં રૂપોમહીં ઠાંસી ભરાયલો
આધ્યાત્મિક વિચાર છે,
અદીઠો
બ્હાર ફેંકે છે એ એક મૂક શકિતને
અને
યંત્રતણા દ્વારા સાધે એક ચમત્કૃતિ.
અહીં છે
તે બધું એક છે રહસ્ય ઊલટાં ચાલનારનું :
અંધાર
જાદુ છે એક સ્વયં-છન્ન પ્રકાશનો,
દુઃખ
દુઃખદ છે મ્હોરું કો નિગૂઢ પ્રહર્ષનું
અને છે
મૃત્યુ ઓજાર નિત્યની જિંદગીતણું.
યમ જોકે
ચાલી આપણી બાજુએ જીવનને પથે
દેહારંભેય
અસ્પષ્ટ પાસે એ હોય છે ખડો,
મોઘ માનવ
કર્મોને માથે અંત્ય આપદા એહ હોય છે,
છતાં છે
કોયડો દૂજો એના સંદિગ્ધ મોંતણો :
મૃત્યુ છે
એક સોપાન, દ્વારા એક, ડગ છે ઠોકરાયલું
આત્માએ
ભરવાનું જે હોય છે એક જન્મથી
બીજા જન્મમહીં જવા,
જીતનો
ધારતી ગર્ભ ઘૂસરી એક હાર છે,
ચાબખો છે
ચલાવી જે લઈ આપણને જતો
મૃત્યુમુક્ત અવસ્થા ગમ આપણી.
અચિત્
તણું જગત્ આત્મા કેરી જાતે છે બનાવેલ કોટડી,
નિત્યના
દિનની છાયા રૂપ છે રાત્રિ નિત્યની.
રાત્રિ ના
આપણો આદિ, રાત્રિ ના અંત આપણો;
છે એ
તમોમયી માતા જેને ગર્ભે છીએ છૂપેલ આપણે,
વિશ્વના
દુઃખની સામે અતિશીઘ્ર જાગરાથી બચી જઈ.
સર્વોચ્ચ
જ્યોતિમાંહેથી રાત્રિ મધ્યે છીએ આવેલ આપણે,
જ્યોતિથી
જીવીએ છીએ, જ્યોતિ પ્રત્યે જઈએ આપણે છીએ.
અહીં આ
મૂક એકાકી તમના ધામની મહીં,
હૈયે
શાશ્વતકાલીન છે એવી શૂન્યતાતણા |
૭
| |
એ મંદ
રશ્મિ દ્વારાયે હવે જીત જ્યોતિ કેરી થતી હતી.
અતં:સરણ
આછેરું
એનું શાર
પાડતું 'તું અંધ-બધિર પુંજમાં;
પામ્યું એ
પલટો પ્રાયઃ એક લસંત દૃષ્ટિમાં
જેણે
આપ્યો હતો વાસો સ્વર્ણસૂર્યતણી આભાસમૂર્ત્તિને
બિંબ
જેનું બન્યું કીકી આંખની શૂન્યતાતણી.
પ્રવેશ્યો
અગ્નિ સોનેરી અને એણે દહ્યું હૃદય રાત્રિનું;
સ્વપ્નને
સેવવા લાગી એની કાળી ધૂંધળી અમનસ્કતા;
અચિત્
સચેતતા પામ્યું,
રાત્રિ
સંવેદવા લાગી અને લાગી વિચારવા.
આક્રાન્ત
નિજ સામ્રાજ્ય કેરી સર્વસત્તાક રિક્તતામહીં
અસહિષ્ણુ
અંધકાર થઈ આછો અળગો ઓસરી ગયો,
રહ્યા
થોડા શ્યામળા જ અવશેષો આભાને એબ આપતા.
કિન્તુ
ક્ષીણ થતી ધારે મૂક લોપ પામતા અવકાશની
હજી એ
વ્યાલનો મોટો દેહ રુષ્ટ જેવો આભાસ આપતો;
આયાસ કરતી
ધીરી ઉષા સામે પડેલ એ
સ્વભૂમી
રક્ષતો 'તો એ રિબાતી ગૂઢતાતણી,
મૃત ને
યાતનાગ્રસ્ત વાતાવરણમાં થઈ
ઘસડી એ જતો 'તો નિજ ગૂંચળાં,
લઈ વળાંક
ભાગ્યો એ કાળ કેરો લઈ ઢોળાવ ધૂંધળો.
દેવતાતણો એક પ્રાત:સંધિપ્રકાશ છે;
જાગી
નિદ્રાથકી ઊઠે સ્વરૂપો એમનાં અદભુત લાગતાં,
ને
ઉષ:કાળથી ન્યાય્ય ઠરે લાંબી નિશાઓ પરમેશની.
નવ
જન્મતણા ભાવાવેશ સાથે ફાટી ઊઠે સુભવ્યતા,
આંખોનાં
પોપચાં સામે રઝળે છે રંગપાંખાળ દર્શનો
દુષ્ટિ
પાર દેખે છે દેવતા સ્વપ્ન દેવતા,
અને નિજ
વિચારોમાં આદર્શ ભુવનો રચે,
ભુવનો જે સમુદ્ ભાવિત થાય છે
અગાધ એક
ઉંડેરે હૈયે એકવાર જે નિવસી હતી
તે
કામનાતણી અંત વિનાની ક્ષણમાંહ્યથી.
નિર્નેત્ર
તમનો ભાર હતો ચાલી ગયો અને
રાત્રિનો
સઘળો શોક મૃત્યુ પામી ગયો હતો:
પોતાનાં
સ્વપ્નને સાચાં પડેલાં કો જુએ છે જેમ જાગતાં
|
૮
| |
તેમ
ભાંભોળતા હસ્તે અંધ એક હર્ષથી ચકિતા થઈ
સાવિત્રી
સરકી એક દુખિયા ધુમ્મસી જગે
સંધ્યા કેરા પ્રકાશના,
જ્યાં
હતાં દોડતાં સર્વે જ્યોતિ પૂઠે, હર્ષ ને ઓરમ પુઠળે;
ત્યાં
પ્રહર્ષો દૂર કેરા સમીપતર આવતા,
પ્રત્યાશંસાઓ પ્રગાઢ પ્રમોદની
પકડાઈ
રહેવાને માટે ઉત્સુક સર્વદા,
ને કદીય
ગ્રહાતી, ને છતાં ન્યારી સંમુદા શ્વસતી હતી.
મોતીડાંની
પાંખોવાળી એક અસ્પષ્ટતા તહીં
ભાગતી તરતી હતી,
હતી હવા
અતિજ્યોતી સહેવાની ન 'તી જે હામ ભીડતી.
હતાંત્યાં
ધૂંધળાં ક્ષેત્રો ને અસ્પષ્ટ હતાં શિલિત ગોચરો,
તર્યે
જાતા ધૂંધકારે
હતાં
અસ્પષ્ટ દૃશ્યો ત્યાં ઉદરે ઝાંખપે ભર્યા;
અસ્પષ્ટ
અટતા જીવો, અશરીરી હતો પોકાર એમનો,
અગૃહીત
સુસંવાદી દૂરતાઓતણી મહીં
પૂઠ લેતાં
ભાગતી 'તી સૂરતાઓ કરીને સ્પર્શ ચૈત્યને;
સૂક્ષ્મભાવે સરી જાતાં સ્વરૂપો ને શકિતઓ અર્ધ-દીપતી
લક્ષ્ય ના
ઈચ્છતી એકે પૃથ્વીની ના એવી સ્વગતી કારણે,
સુખપૂર્વક
અસ્પષ્ટ આદર્શ ભૂમિઓમહીં
હતી ભટકતી જતી,
કે હતી
પ્લવતી પાય મૂકવાની જગા વિના
કે મીઠી
સ્મૃતિની ભોમે તેમની ચાલની ગતિ
દિવાસ્વપ્નતણાં પાડી પગલાંઓ જતી હતી;
કે પોતાના
વિચારોના માપે ઓજસથી ભર્યા
દેવોના
દૂરના મંદ ગાને તેઓ દોરાઈ ચાલતી હતી.
લહરે
ધોતતી પાંખો કેરી પાર કર્યું આકાશ દૂરનું;
મંદ ને
કરતા ક્ષુબ્ધ અવાજો અભિલાષના
કરતાં
વિહગો ઊડયાં કલ્પનાઓ સમાં પાંડુર વક્ષની,
સ્વર
ભાંભરવા કેરા અર્ધાકર્ણિત કર્ષતા
હતા માંડેલ કર્ણને,
જાણે કે
ઝગતી ગાયો હતી ત્યાં સૂર્યદેવની
ધુમ્મસે
લીન ને જાતી સવિતા પ્રતિ સંચરી.
આ પલાયક
સત્ત્વો, આ આકારો છટકી જતા |
૯
| |
એકલા જ
હતા દાવો કરતા દૃષ્ટિની પરે
ને લેતા ભેટ ચૈત્યની,
નૈસર્ગિક
નિવાસીઓ હતા એ એહ લોકના.
કશુંયે
કિન્તુ ત્યાં ન્હોતું સ્થિર કે ના રહેતું દીર્ધકાળ કૈં;
મર્ત્ય
પાય જમીને એ ટકી ના શકતા હતા,
ધારી શરીર
કો પ્રાણોચ્છવાસ ઝાઝું ઠરી ત્યાં શકતો નહીં.
રમ્ય એ
દુર્વ્યવસ્થામાં નાચતી કૂદતી મુદા
આંખો સામે થઈ ભાગી જતી હતી
અને
સુન્દરતા રેખા-રૂપ સુસ્થિર ટાળતી
રહસ્યમયતાઓમાં રંગ કેરી નિજ અર્થ છુપાવતી;
છતાં
પ્રમોદ હંમેશાં એના એ જ સ્વરો આવર્તતો હતો
અને એક
ટકી રે'તા જગ કેરું હતો ભાન જગાડતો;
આકારોમાં
હતું એક સામંજસ્ય નવાઈનું,
એના એ જ
વિચારો ત્યાં હમેશાંના વટેમાર્ગુ બન્યા હતા,
અખંડિતપણે
સર્વ નવતાએ સર્જતું 'તું સ્વચારુતા,
આશા સેવંત
હૈયાને હમેશાં લલચાવતું,
જેને
સાંભળવા વાટ હમેશાં જેમ કો જુએ
એવા સંગીતના સમું
કે વાર
વાર આવે કો એવા છંદ કેરા પ્રાસાનુપ્રાસ શું.
કદી ન
પકડાયેલી વસ્તુઓનો થતો સતત સ્પર્શ ત્યાં,
સીમાપ્રાન્તતણો દિવ્ય અદૃશ્ય ભુવનોતણો.
તિરોભૂત થતા તારાઓનો જાણે હોય સરણમાર્ગ ના
તેમ ત્યાં પ્લ્વતા વાતારણે વર્ષતા હતા
રંગો ને જ્યોતિઓ સાથે ઝલકો લોપ પામતી,
બોલાવતાં હતાં જેઓ જવા પૂઠે જાદૂઈ સ્વર્ગની મહીં,
ને મૂર્ચ્છા શ્રવણે પાતા પ્રત્યેક સાદની મહીં
અસાક્ષાત્કૃત આનંદ કેરો સ્વર રહ્યો હતો.
ઝંખતે હૃદયે રાજ્ય ભકિતભાવતણું હતું,
પવિત્રતાતણા ભાવ કેરો પ્રભાવ ત્યાં હતો,
એક દુગ્રાહ્ય સાન્નિધ્યે પરીઓના પ્રદેશના
સૌન્દર્યનું અને ઝાલ્યા ન પ્રમોદનું
હતું સત્તા ચલાવતું,
જેનો ક્ષણિક રોમાંચ છટકી ભાગતો હતો,
આપણી માંસમાટીને ગમે તેવો અવાસ્તવિક લાગતો
|
૧૦
| |
છતાં ઘણો વધારે એ હતો મીઠો જ્ઞાત સર્વ પ્રહર્ષથી
પૃથ્વી કદાપી જે આપી શકતી કે
સ્વર્ગ આપી શકતું સર્વતોજયી.
સ્વર્ગ નિત્યયુવા, પૃથ્વી અતિશે જરઠા દૃઢા
વિલંબિત બનાવી દે હૈયાને નિશ્ચલત્વથી :
તેમના સર્જનાનંદો રહે સ્થાયી અતિ દીર્ધ સમા સુધી,
તેમની ઘૃષ્ટતાયુક્ત રચનાઓ અતિશે નિરપેક્ષ છે;
દિવ્યાયાસતણી તીવ્ર વેદનાથી એ કંડારી કઢાયલી
શિલ્પકારે ખડી રે'છે શૈલો પર સનાતન,
કે એ કોરી કઢાયેલી પ્રાણવંતા પ્હાડોમાંથી પરેશના
રૂપની પૂર્ણતા દ્વારા બની અમર જાય છે.
નિત્યની વસ્તુઓ સાથે તેમનો છે સંબંધ ગાઢ ગાઢ કૈં :
પાત્રો અનંત અર્થોનાં
અત્યંત સ્વચ્છ છે તેઓ, અતિશે છે મહાન,અર્થથી ભરી;
ન કો ધુમ્મસ કે છાયા પરાભૂત દૃષ્ટિની સાન્ત્વના કરે,
ન અનિશ્ચયની સૌમ્ય ઉપચ્છાયાય શાંતિ દે.
એ માત્ર સ્પર્શતી સ્વર્ણ કિનારી સંમુદાતણી,
કો દૈવી આશનો સ્કંધ સ્પર્શતી ચમકે ભર્યો,
ઉત્કૃષ્ટ કામનાઓના સ્પર્શે ચરણ ઊડતા.
પ્રભાત-તારકામાંથી આવ્યા આગંતુકો સમી
રાત્રિ ને દિન વચ્ચેની ધીરે કંપી રહેલી એક ધાર પે
તે પ્રકાશી રહી હતી,
આરંભો પૂર્ણતા કેરા પરિતુષ્ટ, સ્વર્ગીય એક લોકનાં
શરૂ કેરાં કંપમાન કલ્પનો રૂપ એ હતી :
અનુધાવનના ભાવાવેગે તેઓ સંમિશ્ર બનતી હતી,
રોમાંચિત થતી હર્ષ-શીકરી છંટકાવથી
અતિશે તનુ હોવાથી હર્ષ જેહ પરિશ્રાન્ત થતો નહીં.
બધું આ લોકમાં છાયાભાસ રૂપ હતું, ના ચિત્ર રંગનું,
પંખે પાવકના કૂદી રહેલાં વદનો સમું,
અથવા અદભુતાકારો સમું કે'ઈ ધાબે રંગે છવાયલા,
પલાયી પરિદૃશ્યો શું રંગતાં રૌપ્ય ધુમ્મસો.
ભડકી દૃષ્ટિથી પાછું અહીં દર્શન ભાગતું,
ને સુણી સહસા ના લે કાન તેથી શરણ સ્વર શોધતો,
સર્વાનુભવ હ્યાં એક હતો હર્ષ ઉતાવળો.
|
૧૧
| |
છતાંઘણો
વધારે એ હતો મીઠો જ્ઞાન સર્વ પ્રહર્ષથી
પૃથ્વી
કદાપિ જે આપી શકતી કે
સ્વર્ગ આપી શકતું સર્વતોજયી.
સ્વર્ગ
નિત્યયુવા, પૃથ્વી અતિશે જરઠા દૃઢા
વિલંબિત
બનાવી દે હૈયાને નિશ્ચલત્વથી :
તેમના
સર્જનાનંદો રહે સ્થાયી અતિ દીર્ધ સમા સુધી,
તેમની
ઘૃષ્ટતાયુક્ત રચનાઓ અતિશે નિરપેક્ષ છે;
દિવ્યાયાસતણી તીવ્ર વેદનાથી એ કંડારી કાઢયલી
શિલ્પકાર
ખડી રે' શૈલો પર સનાતન,
કે એ કોરી
કઢાયેલી પ્રાણવંતા પ્હાડોમાંથી પરેશના
રૂપની
પૂર્ણતા દ્વારા બની અમર જાય છે.
નિત્યની
વસ્તીઓ સાથે તેમનો છે સંબંધ ગાઢ ગાઢ કૈં :
પાત્રો
અનંત અર્થોનાં
અત્યંત
સ્વચ્છ છે તેઓ, અતિશે છે મહાન, અર્થથી ભરી;
ન કો
ધુમ્મસ કે છાયા પરાભૂત દૃષ્ટિની સાન્ત્વના કરે,
ન
અનિશ્ચયની સૌમ્ય ઉપચ્છાયાય શાંતિ દે.
એ માત્ર
સ્પર્શતી સ્વર્ણ કિનારી સંમુદાતણી,
કો દૈવી
આશનો સ્કંધ સ્પર્શતી ચમકે ભર્યો,
ઉત્કૃષ્ટ
કામનાઓના સ્પર્શે ચરણ ઊડતા.
પ્રભાત-તારકામાંથી
આવ્યા આગંતુકો સમી
રાત્રિ ને
દિન વચ્ચેની ધીરે કંપી રહેલી એક ધાર પે
તે
પ્રકાશી રહી હતી,
આરંભો પૂર્ણતા કેરા
પરિતુષ્ટ, સ્વર્ગીય એક લોકનાં
શરૂ કેરાં કંપમાન કલ્પનો
રૂપ એ હતી :
અનુધાવનના ભાવાવેગે તેઓ
સંમિશ્ર બનતી હતી,
રોમાંચિત થતી હર્ષ-શીકરી
છંટકાવથી
અતિશે તનું હોવાથી હર્ષ
જેહ પરિશ્રાંન્ત થતો નહીં.
બધું આ લોકમાં છાયાભાસ રૂપ
હતું, ના ચિત્ર રંગનું,
પંખે પાવકના કૂદી રહેલાં
વદનો સમું,
અથવા અદભુતાકારો સમું કે'ઈ
ધાબે રંગે છવાયલા,
પલાયી પરિદૃશ્યો શું
રંગતાં રૌપ્ય ધુમ્મસો.
ભડકી દૃષ્ટિથી પાછું અહીં
દર્શન ભાગતું,
ને સુણી સહસા ના લે કાન
તેથી શરણ સ્વર શોધતો,
સર્વાનુભવ હ્યાં એક હતો
હર્ષ ઉતાવળો.
|
૧૧
| |
અહીં ઝૂંટાયલા હર્ષો હતા
અર્ધ-નિષેધાયેલ વસ્તુઓ,
નાજુક પડદા પૂઠે થતા ભીરુ
વિવાહો આત્મ આત્મના,
પ્રથમા કામના થાતાં જયારે
કો અમરીતણું
અસ્પષ્ટ ઊછળે હૈયું
અને એનો શુભ્ર આત્મા
રૂપાંતરિત થાય છે,
પરીઓનાં પ્રભાબિંબે
ઓળંગાતો બને નંદન ઘોતતું,
અપેક્ષાના દીપ્ત દંડે પ્રકંપતો;
પરંતુ પરમાનંદ ન કશુંયે
હજી પણ પિછાનતું.
અશ્રાંત મોદના ભાગી જતા
હરખની મહીં
આ રૂપાળા પ્રદેશે સૌ
વસ્તુઓમાં હતી દિવ્ય વિચિત્રતા,
જાદૂઈ પલટા કેરો એક આગ્રહ
રાખતી.
વાડો અદૃશ્ય થાનારી કરી
પાર,
કરીને પાર ક્ષેત્રોની
સૂચનાઓ ઉતાવળી,
એના ચરણ પાસેથી સત્વર સરકી
જતી
વીથિકાઓતણી વચે
યાત્રા એ કરતી 'તી ને એનો
અંત ન વાંછતી:
વાદળામાં થઈ જેમ કરે કોઈ
યાત્રા પર્વતને કટે
ને ગુપ્ત ગહનોમાંથી ઊઠી
પાસે આવતો સ્વર સાંભળે
અદૃશ્ય
ઝરણાંતણો,
તેમ ગૂઢાકાશ કેરે ભ્રમે
ઘેરી સાવિત્રી ચાલતી હતી,
અશરીરી સ્પર્શોની લહેતી 'તી
મનોજ્ઞતા,
માધુર્ય સુણતી કાને ઉચ્ચ
આછા સ્વરોતણું ,
સુરીલા ને પ્રલોભાવી દેતા
સાદે મુસાફરો
જાણે નિમંત્રતા હોય
ઢુંઢતા પવનો પરે.
પુરાણું
ને છતાં નિત્ય નવું જાણે હોય સંગીત એક કો,
તેમ
હૃદયતંત્રીઓ પર એની
સૂચનાઓ રહી 'તી ભાવ પ્રેરતી,
મળ્યો
વાસો ન 'તો તોય વિચારો તીવ્ર ભાવથી
પુરાવૃત્તિ રાખીને મને એના થઈ સક્ત ગયા હતા,
ક્ષત ના
કરતી એવી કામનાઓ
સ્વર્ગ
કરી સિતારી શી ગાતી હૃદયમાં હતી,
એના એ જ
સ્વરૂપે ને સદા પૂર્ણ થયા વિના
સુખી કેવળ અસ્તિથી.
શકતું
'તું ટકી આમ સર્વ તોય |
૧૨
| |
કશું આવી શકતું નહિ અસ્તિમાં.
મનની ન
બની હોય દૃશ્ય એવી આ મનોહરતામહીં
એના
અદભુતતાયુક્ત કિરણોએ સજયલો
સાવિત્રીની દૃષ્ટિ સામે સત્યવાન બન્યો હતો
કેન્દ્ર એ
સૌન્દર્ય કેરી મનોમોહકતાતણું,
મુખી
તલસતાં એનાં સ્વપ્નાંની સુષમાતણો
ને નાયક
તરંગોનો એના ચૈત્ય-સ્વરૂપના.
ન પ્રભાવી
પ્રતાપેય મુખનો મૃત્યુદેવના
ને ન એની નિરાનંદ વિષણ્ણતા
એ પલાયિત
થાનારાં અંબરોના સ્પર્શાતીત પ્રભાવને
બનાવી શકતાં શ્યામ કે મારી
શકતાં હતાં.
આવશ્યક કરી દેતો હતો
સુંદરતાને અથ હાસ્યને;
વધુ ઉજજવલ ને વ્હાલો આનંદ
બનતો હતો
વૃદ્ધિ
પામી યમના ઘૂસરત્વથી;
એનું અસિત વૈષમ્ય કરતું
'તું તેજ આદર્શ દૃષ્ટિને,
અનુચ્ચારિત અર્થોને
હૃદયાર્થે હતું ઘેરા બનાવતું;
પરમાનંદનો નિમ્ન કંપમાન
સ્વર દુઃખ બન્યું હતું,
ક્ષણભંગુરતા કોર પ્લવમાન
અમરતાતણી,
ઝભ્ભો પળેકનો જેમાં લાગતી
એ હતી અધિક સુંદરી,
એનું વિરુદ્ધવર્ત્તિત્વ
દિવ્યતાને એની તેજ બનાવતું.
રશ્મિ, ધુમ્મસ ને જવાલા
કેરી સહચરી સખી,
ચંદ્રોજજવલ મુખે એક
દીપ્તિમંતી ક્ષણ આકર્ષિતા થતી
પ્લવમાન વિચારોની વચ્ચે
પ્રાયઃ એક વિચાર લાગતી,
આસપાસતણા સ્વપ્નસુખે અર્ધ-જિતાયલી
ચૈત્યના શુભ્ર ને
અંતર્મુખી ચિંતન-મધ્યમાં
જોવમાં આવતી ભાગ્યે
સ્વપ્નદર્શનિયા મને
જમીને એક જાદૂઈ થોડી વાર એ
હતી ચાલતી છતાં
હજીયે નિત્ય ચૈત્યાત્માતણી
એ સ્વામિની હતી.
ઊર્ધ્વે આત્મા હતો એનો
સુમહાન સમાધિમાં,
જોતો 'તો એ બધું કિંતુ
રહેતો 'તો સ્વકાર્યાર્થે પરાત્પર,
નિર્વિકાર સદા કેરા સ્થિર
તારકના સમો.
|
૧૩
પ્રથમ સર્ગ
સમાપ્ત
|