પ્રથમ સર્ગ
ભુવનોની સીડી
વસ્તુનિર્દેશ
રાજા અશ્વપતિ યોગમાં આગળ વધતો વધતો ગૂઢ જ્ઞાનનો અધિકાર
મેળવી, આત્માની મુક્તિનો ને મહિમાનો અનુભવ કરી પડદા પાછળની સૃષ્ટિઓમાં
પ્રવેશ પામે છે અને સાહસપૂર્વક અનનુભૂત અન્ય દિક્-કાળનો યાત્રી બની જાય છે.
એની આસપાસ અને ઉપર અજ્ઞેય આવેલું છે. મર્ત્ય દૃષ્ટિથી જે જોઈ શકાતું નથી તે
તેને દૃષ્ટિગોચર થાય છે, મન સમજી શકતું નથી તે તેને સમજાવવા માંડે છે,
માણસની સંકલ્પશક્તિ જે કરી શક્તિ નથી તે કરવાનું શક્ય બને છે.
ગૂઢની ચમત્કારી શક્તિઓ એની બનવા માંડે છે, એકમાત્ર પરમાત્મા
સિવાયનું બીજું બધું અદ્ ભુત કહેવાય એવું બની જાય છે. સીડી
માફક ગોઠવાયેલાં ભુવનોમાં યાત્રા કરતો એ અનુભવે છે કે આપણું આ જીવન
પરમાત્માના બલિદાન રૂપે છે, ભુવનોની માતાએ પોતાના આત્માને આપણાં પાર્થિવ
સ્વરૂપોમાં ઢાળ્યો છે, એ જ આપણું સ્થૂલ-સૂક્ષ્મ અસ્તિત્વ બનેલી છે.
જેને આપણે એકમાત્ર સત્ય વસ્તુ માનવાને ટેવાયેલા છીએ તે
પૃથ્વી જ કેવળ સત્યતા હોત ને ઉપર, નીચે ને આસપાસ જે અગોચર સૃષ્ટિઓ આવેલી છે
તે ન હોત તો જગતમાં જીવન જાગ્રત ન થાત, મન વિચાર કરતું બન્યું ન હોત, પરંતુ
કેવળ જડશક્તિએ સંચાલિત જડ રૂપો જ સર્વત્ર હોત.
સનાતન નિ:સ્તબ્ધતામાં વિશ્વશક્તિ કાર્ય કરી રહી છે, ને એને લીધે સુખદુઃખનું
નાટક ભજવાઈ રહ્યું છે, સુંદર ને ભીષણ આનંદની મધુર ને ઉગ્ર કવિતા રચાઈ રહી
છે.
વિશ્વ એક રહસ્યમયતાની પ્રક્રિયા છે. શૂન્યમાં સમસ્ત સમાયેલું છે, ને એનાં
રૂપોમાં બાલ-ભગવાન હરહંમેશ જન્મ લેતા રહે છે.
સનાતને પૃથ્વીના ગર્તો ઉપર કૃપા દૃષ્ટિ કરી, તેથી જડમાં જીવન પ્રકટ્યું,
જીવનમાંથી મન જાગ્યું ને આત્મા માટેની શોધ શરૂ થઇ, ભમતા એક બિન્દુમાં
સિન્ધુ રહેલો
૨
છે, કાળનિર્મિત દેહમાં અનંતનો આવાસ છે. આ ગૂઢ સત્યને સજીવન
બનાવવા માટે આપણા આત્માઓ પૃથ્વી ઉપર આવ્યા છે.
વિશ્વની વ્યવસ્થિત યોજનાનો જે એક સાક્ષી છે તે બધું જુએ છે ને જાણે છે.
અદૃશ્ય શિખરો પ્રતિ એ જ આપણાં પગલાંને પ્રેરે છે. એની પ્રેરણાથી જ આપણે આ
ભુવનના અતલ અંધકારમાં આવેલા છીએ અને એની પ્રેરણાથી જ એમાંથી નીકળી ઊર્ધ્વે
આરોહીએ છીએ.
રાજા અશ્વપતિને એક નિરાકાર એક નિ:સ્તબ્ધતા બોલાવી રહી છે, એક આનામી
જ્યોતિનું આમંત્રણ આવી રહ્યું છે : ઉપર અવિનાશી રશ્મિ ને આસપાસ સનાતન મૌન,
એમ એ માર્ગ કાપતો જાય છે, ત્યાં એક પછી એક ગૂઢ જગતે એની આગળ પોતાની
રહસ્યમય શક્તિઓ પ્રકટ કરવા માંડી, એક પછી બીજા સ્વર્ગે પોતાના પરમાનંદોનો
એની આગળ આવિર્ભાવ કરવા માંડયો, પણ કોઈ અણદીઠ લોહ-ચુંબકથી આકર્ષાતો રાજા
સૃષ્ટિઓની બનેલી મોટી સીડી ઉપર એકાકી ચઢતો જાય છે -આમંત્રતા
શિખરોની પ્રતિ.
|
|
ચાલ્યો એ એકલો, એની આસપાસ અનંતતા
અને અજ્ઞેય ઊર્ધ્વેથી એને નીરખતાં હતાં.
બધું જોઈ શકાતું' તું જે ટાળે મર્ત્ય આંખને,
બધું જાણી શકાતું 'તું જે ન જાણ્યું મને કદી,
બધું કરી શકાતું ' તું
જે માટે મર્ત્ય સંકલ્પ કોઈ હામ ભીડવાને સમર્થ ના.
નિ:સીમ હિલચાલે છે ભરી દીધી એક ની:સીમ શાન્તિને.
ભૂના અસ્તિત્વની પારતણા એક ઊંડા અસ્તિત્વની મહીં
આપણી ભાવનાઓનું છે જે મૂળ, કે સગોત્ર બનેલ જે,
અવકાશ જહીં ચૈત્ય કેરો એક સુવિશાળ પ્રયોગ છે,
છે તે સૌ વસ્તુઓ છે જ્યાં અગાધ એકતામહીં,
ત્યાં અવિજ્ઞાતનું વિશ્વ પામ્યું પ્રકટરૂપતા.
અવસાન વિનાની યા અવિરામ સ્વયંભૂ એક સૃષ્ટિએ
કર્યા પ્રકટ મોટેરા મહિમાઓ અનંતના:
એની લીલાતણા દૈવયોગોમાં એ વિસર્જતી
કૈં લાખો માનસી ભાવો, કરોડો શક્તિઓ કંઈ,
એના સત્યતણા બુટ્ટારૂપ છે તે આકારો ભુવનોતણા,
|
૩
|
|
ને એના ઓજના મુક્ત તંત્રનાં વિધિસૂત્ર કૈં.
સદા-સ્થાયીતણા સ્રોતે રેડતી એ મત્તમોજી પ્રહર્ષણ
અને મત્ત ઉત્સવો કલ્પનાતણા,
ભાવોદ્રેક તથા ચેષ્ટાચાલ શાશ્વતતાતણી.
ઉલ્લોલે અવિકારીના વણજન્મ્યા વિચારો ઉદ્ ભવ્યા તહીં,
નિવાસ કરતા જેઓ મૃત્યુહીન પોતાના પરિણામમાં,
શબ્દો અમર રે'નારા બની મૂક ગયા છતાં,
કૃત્યો જે કાઢતાં બ્હાર મૌનમાંથી એના અવાક અર્થને,
પંક્તિઓ જે વહી લાવે છે અનિર્વચનીયને.
સનાતનતણી સ્પંદહીનતાએ અવિક્ષોભિત હર્ષમાં
વિશ્વશક્તિ જોઈ એની લાગેલી નિજ કાર્યમાં,
વસ્તુઓમાં દુઃખના ને નાટકોમાં મુદાતણાં
સ્વાત્માને સર્જવા કેરા સ્વસંકલ્પે
જે આશ્ચર્ય અને સુન્દરતા હતી
તેનાં દૃશ્ય બતાવતી.
બધું જ, દુઃખ સુધ્ધાં યે હ્યાં આત્માના સુખરૂપ બન્યું
હતું;
અનિભૂતી અહીં સર્વે એકમાત્ર હતી બનેલ યોજના,
હજારો રૂપ લેનારી અભિવ્યક્તિ-રૂપ એક્સ્વરૂપની.
એક જ દૃષ્ટિમાં એની એકી સાથે સર્વ કૈં આવતું હતું;
અંત:સ્ફુરણથી યુક્ત એની વિરાટ દૃષ્ટિથી
કશું છટકતું ન 'તું,
જે ન લાગે સજાતીય એવું કાંઈ સમીપે સરતું ન 'તું;
એ સૌ અમેયતા સાથે એકાત્મા એ બન્યો હતો.
કદી ન મરતા એવા અજન્માને મૂર્ત્તિમંત કરંત જે
પ્રતિચ્છાયાસ્વરૂપો છે ઊર્ધ્વને એક ચેતને,
વિશ્વાત્માના દર્શનોનાં ઘડી કાઢેલ ચોકઠાં,
વિશ્વાત્માના દર્શનનાં ઘડી કાઢેલા ચોકઠાં,
બનેલાં જીવતાં સ્પર્શ પામી આત્મા કેરી શાશ્વતતાતણો,
અનિર્વાચ્ચતણાં કાર્ય મૂતિમંત બનાવતા
રૂપ બદ્ધ આધ્યાત્મિક વિચારો શાં એ બધાંએ દૃષ્ટિ એની ભણી
કરી.
સત્-તા કેરાં સ્વરૂપોએ રૂપરેખા ભુવનોની ધરી; અને |
૪
|
|
જે રૂપો દિવ્ય ચીજોની પ્રતિ ખુલ્લાં કરે છે દ્વારા ચાલતાં,
ઘડીઘડીતણી એની દૃષ્ટિનાં એ ઓળખીતાં બની ગયાં
આત્માની સત્યતા કેરાં પ્રતીકો, અશરીરનાં
શરીરો જીવતાં જેહ તે એની પાસનાં બન્યાં
સહવાસી હમેશનાં.
ન સૂનારા મનતણાં દર્શનો નવ ખૂટતાં,
અદૃશ્ય સાથના એના સંપર્કોની અંકાતી અક્ષ્રરાવલિ,
નિર્દેશોથી અસંખ્યાત સંજ્ઞાઓના એને ઘેરી વળ્યાં હતાં;
જીદગીનાં હજારેક રાજ્યોના આવતા સ્વરો
મહાબલિષ્ઠ સંદેશા એના એને માટેના લાવતા હતા.
સ્વર્ગીય સૂચનો મર્ત્ય આપણી જિંદગી પરે
ચડાઈ લઇ આવતાં,
સ્વપ્નાં નરકને જેનાં આવતાં તે કલ્પનાઓ ભયંકરી,
જે અહીં ભજવાયે જો ને બને અનુભૂતિઓ
તો મૂઢ આપણી શક્તિ બની જાય અસંવેદનશીલ, કે
આપણું મર્ત્ય દૌર્બલ્ય સહી દીર્ધ શકે ન જે,
તે સૌ ત્યાં નિજ ઊંચેરાં પ્રમાણોમાં ગોઠવાઈ ગયાં હતાં.
ત્યાં જિવાઈ જતાં તેઓ નિજ કેરી સ્વયંભવ હવામહીં
પ્હોંચતાં' તાં પરાકાષ્ઠા પોતાની ને નિજા સહજ શક્તિની;
તેમનું દૃઢતા દેતું દબાણ ચૈત્યની પરે
ભોમે ચૈતન્યની ઊંડે નિખાત કરતું હતું
ભાવોદ્રેક અને શુદ્ધિ તેમની અવધોતણી,
અનન્ય એમને સાદે રહેલી પરિપૂર્ણતા
અને સુંદર કે ઘોર એમની સંમુદામહીં
રહેલું ઉચ્ચ માધુર્ય કે કાવ્ય ઉગ્રતાભર્યું.
જાણી શકે વિચારો જે, કે જે સૌને
જોવા દૃષ્ટિ વિશાળતમ શકત છે,
અને વિચાર ને દૃષ્ટિ કદી જેને જાણવાને સમર્થ ના,
નિગૂઢ વિરલી સર્વે વસ્તુઓ ને
વસ્તુઓ ને દૂરની ને નવાઈની,
|
૫
|
|
તે
સંપર્કાર્થ હૈયાના બની નિકટની હતી,
ને લહાતી હતી તે સૌ આત્મ-સંવેદના વડે.
એના સ્વભાવનાં દ્વારો પાસે આવી પ્રાર્થતી' તી પ્રવેશ તે
ને એના મનના વ્યાપ્ત બનેલા અવકાશમાં
ટોળે ટોળે જમા થતી,
એની નિજાત્મની શોધ કેરી જવલંત સાક્ષિણી
નિજ આશ્ચર્ય ને ભીડ એને સમર્પતી હતી.
એ હવે સૌ બની અંશો નવા એના સ્વરૂપના
રૂપો એના આત્મ કેરી મહત્તામાં વધેલી જિંદગીતણાં,
હરતાંફરતાં દૃશ્યો કાળે એનો થતો સંચાર તે તણાં,
યા સંવેદનના એના બુટ્ટા ભરતકામના :
ગાઢ માનવ સંબંધ રાખતી વસ્તુઓતણું
લીધું છે સ્થાન એમણે,
અને નિકટના સાથી
બની એના વિચારોના રાખ્યું છે સાથ ચાલવું,
અથવા તો હતી એના આત્મા કેરી એ બનેલ પરિસ્થિતિ.
આનંદનાર્થ હૈયાનું હતું અશ્રાંત સાહસ,
આત્માની સંમુદા કેરાં રાજયોનો પાર ના હતો,
એક સંવાદિતા કેરા તારોમાંથી અસંખ્ય સ્વર જાગતા;
પ્રત્યેક પૃથુ-પાંખાળી વિશ્વવ્યાપી એની સમતુલામહીં,
એકમાં સર્વના એના અગાધતલ ભાવમાં,
લાવતો'તો સૂરમેળ ન અધાપિ દૃષ્ટ કો પૂર્ણતાતણો,
ગુહ્યોમાં સત્યનાં એનો એકમાત્ર સમાશ્રય
એની સુખે ભરી પાર્શ્વજ્યોતિ આનંત્યની પરે.
અદ્વિતીયે સ્વપેલું ને બનાવેલું ત્યાં બધું મળતું હતું,
કાળ કેરી ક્ષણોમાં જે તાલ દ્વારા
પ્રભુ કેરાં પુનરાવર્તનો થતાં
તેમને હર્ષ-સાતત્યે ને આશ્ચર્યે ને ભાવોદ્વ્રેકથી ભર્યો
ભેદના ઋદ્ધ સૌન્દર્યે રંગઝાંય સમર્પતું.
હતો અભાવ ત્યાં માત્ર એક અકાલ શબ્દનો |
૬
|
|
જે વહે છે શાશ્વતીને નિજ એકલ નાદમાં,
સ્વયંજ્યોતિ ન સંકલ્પ હતો ત્યાં જે ચાવી સંકલપમાત્રની,
ન' તો પૂર્ણાંક ત્યાં પ્રાપ્ય આત્માના પૂર્ણ યોગનો
સમાનભાવ સાધે જે સમ એક સાથે અસમ સર્વનો,
સર્વે સંજ્ઞાતણો અર્થ આપનારી સંજ્ઞા ત્યાં કેવલા ન 'તી ,
નિરપેક્ષ ન'તી સૂચી કેવલ નિરપેક્ષની.
ત્યાં પોતાના અંતરત્વરૂપ
દીવાલથી પૃથક્
સક્રિય જ્યોતિની ગૂઢ વિધની એક આડશે
જોયો એણે ઊર્ધ્વ પ્રત્યે
વળેલો કો એકલો ને અમેય લોકરાશિને
ઊભો દેવોતણા એક પાર્વત રથના સમો,
અગમ્ય એક આકાશ-તળે નિશ્ચળતા ભર્યો.
જાણે કે જડતત્વના
તળના કૂંભિયામાંથી અને અદૃષ્ટ મૂળથી
અદૃષ્ટ શૃંગની પ્રત્યે
હતો આરોહતો એક વિશ્વ કેરો નકસીબંધ સિંધુ કો,
તરંગો ફેનની યાળવાળા પરમની પ્રતિ
હતા ઊંચે જતા જ્યાં છે વિસ્તારો વણમાપના;
આકાંક્ષા રાખતો 'તો એ ઊડી જાવા
અનિર્વાચ્ય કેરા શાસનને
સ્થળે:
સેંકડો સાનુઓ એને ઉઠાવીને જતાં અજ્ઞાતની દિશે.
સામીપ્યમાં રહેવાને અદૃશ્યાત્મા કેરા સ્વકીય સ્વપ્નના,
અભીપ્સુ માનવાત્માએ બાંધેલું બહુભૂમિક
ચડે ગોપુર જે રીતે ઊંચે સ્વર્ગાલય પ્રતિ,
તેમ અસ્પૃશ્ય શૃંગોની પ્રત્યે એ ઊર્ધ્વમાં ચઢયો
ને અલોપ થયો મૌને ચિત્સ્વરૂપ વિરાટના.
સેવતો સ્વપ્ન એ જાય
આરોહંતો અને એને બોલાવે છે અનંતતા;
એના શિખાગ્રની રેખા સ્પર્શે તુંગોત્તુંગતા વિશ્વલોકની; |
૭
|
|
મોટા નીરવતાપૂર્ણ સૂનકારોમહીં આરોહણો કરી
પડદાપૂઠળે છે શાશ્વતીઓ
સાથે પૃથ્વી કેરો સંયોગ એ કરે.
એકરૂપતણી છે જે અનેકાનેક સૃષ્ટિઓ
અર્થધોતક ને સ્રષ્ટા આનંદે વિચરેલ, ત્યાં
ઊંડા પ્રકૃતિના ગર્તોમહીં જે દીર્ધ કાળનો
આપણો આત્મલોપ છે,
તેમાંથી બ્હાર કાઢીને મૂળ પ્રત્યે યાત્રા જે એક આપણી
તેનો એકમાત્ર નિર્દેશ એ કરે;
રોપાયેલો ધરાએ એ પોતાનામાં ધારતો જગતો બધાં:
સાર સમસ્ત સંક્ષિપ્ત છે એ સારા વિરાટનો.
લક્ષ્યે આત્માતણા જાતિ એકલી આ સોપાનસરણી હતી.
આત્માની ભૂમિકાઓનું સંક્ષેપાયેલ રૂપ એ,
ઊંચીનીચી લોક કેરી પાયરીઓ કેરી નકલ એહની
આપણી આત્મસત્-તાના નિગૂઢ વાયુમંડળે
ફરીથી ઢાળતી રૂપે નમૂનો સૂક્ષ્મ વિશ્વનો.
છે એ ભીતર, છે નીચે, છે બહાર, અને છે ઊર્ધ્વમાંય એ.
દૃશ્ય પ્રકૃતિ કેરી આ વ્યવસ્થાની પર કાર્ય કરંત એ
પૃથ્વીના તત્વના ભારે ઘેને જાગૃતિ લાવતી,
વિચાર કરતું એને, લહેતું લાગણી, અને
હર્ષાનુંભવની પ્રત્યે પ્રતિકાર્યે પ્રવર્ત ' તું બનાવતી;
જે દિવ્યતર અંશો છે આપણામાં
તેમને એ રૂપસંસ્કાર આપતી,
મર્ત્ય માણસને ઊંચે લઇ જાતી વિશાળતર વાયુમાં,
માટીની જિંદગીને આ લક્ષ્યો અસ્પૃશ્ય સાધવા
દેતી ઝંખનથી ભરી,
દેહના મૃત્યુને જોડી દેતી સાદ સાથે અમૃત તત્વના :
મૂર્છામાંથી નીકળીને અચિત્ તણી
શ્રમ સેવે લઇ જાતો ઊર્ધ્વ-ચૈતન્ય-જ્યોતિએ.
જો હોત પૃથિવી સર્વ કાંઈ ને આ તેનામાં યદિ હોત ના,
|
૮
|
|
તો અસ્તિત્વ વિચારનું
ને પ્રત્યુત્તર ના હોત જીવનાંનંદનોય આ :
તો પદાર્થતણાં રૂપો માત્ર એનું હોત આતિથ્ય માણતાં,
નિર્જીવ જગની એક શક્તિ દ્વારા હંકારાયેલ હાલતાં.
પૃથ્વી આ હૈમ આધિક્યે બની માતા વિમૃશંત મનુષ્યની,
ને મનુષ્યથકી જયાદા છે તેને જન્મ આપશે;
આ અસ્તિત્વતણી ઉચ્ચ યોજના જે તે છે કારણ આપણું,
ને એની પાસ છે ચાવી આરોહંતા આપણા ભાગધેયની;
જડ તત્વતણે ગેહે ઉછેરાતો જે સચેતાત્મ આપણો
તેને તે આપણી ગાઢ
મર્ત્યતાની મધ્યમાંથી નીકળી બ્હાર આવવા
સાદ પાડી રહેલ છે.
ચિન્મયી ભૂમિકાઓનું આ જીવંત પ્રતીક છે,
તેના પ્રભાવ ને દેવસ્વરૂપો અણદીઠનાં,
વસ્તુઓમાં રહેલું જે વણબોલેલ તથ્ય છે
તેમાંથી જન્મ પામતાં
સત્યતાનાં કાર્ય કેરો અવિચારિત ન્યાય જે
તે સૌએ સ્થિર છે કરી
ધીમે ક્રમે જતી ઊંચી
અંતર્વર્તી અવસ્થાઓ આપણી જિંદગીતણી.
ઊંડું પાર્થિવ જન્મનું
છે જે સાહસ તેમાંથી પાછા ફરંત આત્માના
પગલાંઓ એનાં સોપાન છે બન્યાં,
સીડી એ એક છે મુક્તિ આપનારા ચડાવની,
છે એ સોપાન આરોહી જેને પ્રકૃતિ જાય છે
દેવતારૂપની પ્રતિ.
એકવાર અમર્ત્ય કો
સાવધાના દૃષ્ટિ કેરી માંડેલી મીટ સેવતી
આ ચૈતન્યશ્રેણીઓએ છે વિલોક્યું
જંગી એનું અધોમુખ નિમજજન, |
૯
|
|
દીઠો છે દેવના પાત કેરો મોટો નીચે મારેલ કૂદકો.
આપણી જિંદગી આત્મહોમ છે પરમાત્મનો,
વિરાટ વિશ્વમાતાએ પોતાના બલિદાનથી
નિજાત્માને બનાવ્યો છે આપણી આ અવસ્થાનું કલેવર;
સ્વીકાર દુઃખ કેરો ને અચૈતન્યતણોકરી
પોતાનાં જ્યોતિ-ધામોથી ચ્યુતા જે દિવ્યતા થઇ,
તેણે જે આપણે છીએ તે સૌ કેરી
ભૂમિકા બહુભાતાળી ગ્રંથીને વિચરેલ છે.
આપણી મર્ત્યતા તો છે પ્રતિમા એક આત્મની.
આપણી પૃથિવી એક ટુકડો ને બચેલો એક ભાગ છે;
વિશાળતર વિશ્વોની સામગ્રીથી શક્તિ એની ખચેલ છે,
ને એના તામસી ઘેને ઝંખવાયેલ તેમના
રંગોની ઝલકોમાં એ તરબોળ બનેલ છે;
છે ઉચ્ચતર જન્મોની પ્રાપ્તિ પ્રત્યે પ્રત્યાવર્તન એહનું,
એમની દફનાયેલી સ્મૃતિઓએ
નિદ્રા એની સંક્ષુબ્ધ થઇ જાય છે;
ને એને યાદ આવે છે લુપ્ત લોકો ભ્રંશ જ્યાંથી થયો હતો.
અસંતુષ્ઠ બળો એને હૈયે સંચાર પામતાં;
એના વિકાસ પામંતા વિશાળતર ભાવિની
ને એના અમૃત પ્રત્યે પ્રત્યાવર્તનની મહીં
એમનો સહયોગ છે;
જન્મ ને મૃત્યુની એને માટે જે ભવિતવ્યતા
તેમાં ભાગીદારી તેઓ કબુલતાં;
સર્વસ્વરૂપની તેઓ અંશ-જ્યોતો જલાવતા
ને એના આંધળા કાર્યશ્રમ સેવંત આત્મને
હંકારીને તેની પાસે રચાવતા
દૂબળીપાતળી મૂર્ત્તિ પ્રબલાત્મ સમસ્તની.
ગાઢ સૌહાર્દવંતો જે અંતરે છે શાન્ત ને જ્યોતિએ ભર્યો
અનુમોદન આપે એ પૃથ્વીનાં કાર્યને અને
માર્ગદર્શન દેનારો બની જાય અણદેખંત શક્તિનો. |
૧૦
|
|
આરંભ અલ્પ સ્વીકારી લેતી એની વિશ્વવવિરાટ યોજના.
પ્રયાસ એક, આલેખ્ય અર્ધ-દોર્યું, એવી જગત-જિંદગી;
એની રેખાવલી શંકા રાખે માંહે છૂપેલા મર્મની પ્રતિ,
એના વળો ન જોડતા ઉચ્ચોદ્દેશી એમના અવસાન શું.
ને તે છતાંય કો આધ પ્રતિમા મહિમાતણી
ત્યાં પ્રસ્પંદિત થાય છે,
અને જે વાર સંદિગ્ધ ને સમાકુલતા ભર્યા
ભાગો બહુસ્વરી ઐક્ય સાથે સંયોગ સધાશે,-
જેની પ્રત્યે થતી' તી એમની ગતિ,
ત્યારે આનંદ શિલ્પીનો બુદ્ધિ-સર્જ્યાં
શાસનોનાં સૂત્રોને કાઢશે હસી;
ઓચિંતો આવશે દૃષ્ટિ દિવ્ય ઉદ્દેશ તે સમે,
અંત:સ્ફુરણની સિદ્ધિ પદ્ધતિને પરિણામ પ્રમાણશે.
રેખા-રચિત સંકેત થશે નૈક મળેલાં ભુવનોતણો,
ષડ્ભુજાકાર ધનનો
અને ઐક્યતણો થાશે સ્ફાટિક દૈવતોતણો;
મનોહીન પ્રકૃતિના મો' રા પૂઠ છુપાયલું
મન એક વિચારશે,
પુરાણો મૂઢ ને મૂક અવકાશ
સચૈતન્ય એક વિરાટ પૂરશે.
આત્મા કેરી રૂપરેખાકૃતિ આછી દ્રવ્ય-દ્રવ્ય પ્રકારની
મનુષ્યનામ ધારતી,
તે દીર્ધ કાળની પૃષ્ઠ-ભૂએ ઊભી રહેલી આવશે તરી;
દેદીપ્યમાન નિષ્કર્ષ છે એ શાશ્વતતાતણો,
એક નાનકડું બિન્દુ આનંત્યોનો આવિષ્કાર કરંત એ.
છે વિશ્વ પ્રક્રિયા એક રહસ્યમયતાતણી.
આરંભે એક નંખાયો અસામાન્ય પાયો ચિત્રવિચિત્ર કૈ,
પોલ એક, એક મીડું ગુપ્ત કોક અખંડનું
' ખ ' જેમાં ધારતું એને સરવાળે અનંતતા
ને જેમાં સર્વ ને શૂન્ય ધારતાં એક નામને,
|
૧૧
|
|
' નાસ્તિ નિત્યતણું ' એક, યોનિરૂપ નકિંચન :
એનાં રૂપોમહીં નિત્ય જન્મ પામ્યા કરે શિશુ,
વિભુ કેરાં વિરાટોમાં વસે છે સર્વકાળ જે.
પ્રત્યાવર્તનની ધીરી ગતિ કેરો થયો આરંભ તે પછી:
થયો ઉદ્ ગીર્ણ કો એક વાયુગોટો કોક અદૃશ્ય અગ્નિથી,
ઘન મંડલમાંથી એ વાયુના આ થયા કોટિક તારકો;
પૃથ્વીની નવ જન્મેલી જમીન પર ચાલતા
પ્રભુનાં પગલાંઓનો સંભળાયો પદધ્વનિ.
મને કરી શરૂઆત જોવાની ને દૃષ્ટિ રૂપો પરે કરી,
અજ્ઞાન રાત્રિની મધ્યે જ્ઞાન માટે આંધળી શોધ આદરી :
પાષાણી પકડે અંધ ગ્રસાયેલી શક્તિએ સ્વીય યોજના
પર કાર્ય શરૂ કર્યું
ને નિદ્રામાં બનાવ્યું આ ભીમકાય જગ યાંત્રિકતાતણું,
કે જેથી નિજ આત્માનું ભાન થાય જડભાવી પદાર્થને,
ને વ્યગ્ર સૂતિકા જેમ પ્રાણશક્તિ સર્વનું ધારનાર જે
શૂન્ય તેની સાધે પ્રસવની ક્રિયા.
પૃથ્વીનાં ગહનો પ્રત્યે વાળી શાશ્વત લોચને
પ્રભા પ્રસાદથી પૂર્ણ વિશુદ્ધ નિજ દૃષ્ટિની
અને અચિત્ તણી પાર વિનાની નીંદની મહીં
છાયા અજ્ઞેયની જોઈ થયેલી પ્રતિબિંબતા,
તેની સૃષ્ટિતણી આત્મશોધ માટે હિલચાલ શરૂ થઇ.
સંસ્કારરહિતા વિશ્વઘૂમરીમાં
આત્મા એક સ્વપ્નાંઓ સેવતો થયો,
જીવન-રસમાં આવ્યું મન વ્હેતું ન જાણતું,
જડદ્રવ્ય દિવ્ય ભાવકલ્પનાને લાગ્યું હૈયે ઘવાડવા.
કેવલબ્રહ્યસત્તાની જન્મી એક ચમત્કૃતિ,
સાન્ત જીવતણું રૂપ ધારી લેતી અનંતતા,
વસ્યો આખો મહાસિન્ધુ ઘૂમતા એક બિન્દુમાં,
બન્યું અસીમનું ધામ કાળ-નિર્મ્યું કલેવર.
આવ્યા છે આપણા આત્મા જીવવા આ રહસ્યમયતા અહીં. |
૧૨
|
|
આપણાં અલ્પ જીવંતાં પગલાંની પૂઠે એક છુપાયલી
જે વ્યવસ્થિત યોજના
તેનો જાણનહારો છે દ્રષ્ટા ભીતરની મહીં;
અદૃશ્ય શિખરો કેરી પ્રત્યે પ્રેરે એ આરોહણ આપણું ,
જેને એણે હતો પ્રેર્યો એકવાર જન્મ ને જિંદગી પ્રતિ
ઘેરા ગહન ગર્તોમાં ઝંપાપાતેય આપણો.
આહ્ વાન એહનું પ્હોંચ્યું યાત્રીની પાસ કાળના.
અગાધ એક એકાન્તે એકલો ને અલાયદો,
નિજ મૂક અને એકમાત્ર સામર્થ્યથી સજયો
વિશ્વની અભિલાષાનો લઇ ભાર યાત્રા એ કરતો હતો.
નિ:સ્પંદતા નિરાકાર મળવાને આવી,
આવી અનામી એક જ્યોતિ યે.
રશ્મી નિષ્કંપ ને શુકલ હતું ઊપર રાજાતું,
આસપાસની હતી સત્તા મૌનો કેરી સનાતની.
ઉચ્ચ લક્ષ્યે જતા યત્ને હદ બંધાયેલી ન ' તી;
એક કેડે અન્ય લોકે કરી ખુલ્લી નિજ રક્ષિત શક્તિઓ,
એક કેડે અન્ય સ્વર્ગે પ્રકટાવી આનંદોની અગાધતા,
રહ્યું આકર્ષતું એના આત્માને તે છતાં અદૃશ્ય ચુંબક.
સીડી પ્રકૃતિની ઘોર, તે પરે એકલો જ એ
સૃષ્ટ સૃષ્ટિતણાં રિક્ત શિખરો અધિરોહતો
ઓળખાય નહીં આંખે એવા અંત્ય લક્ષ્ય પ્રત્યે જતો હતો.
|
૧૩
પ્રથમ સર્ગ સમાપ્ત
|